મારી ગઝલ ને કવિતા- ૨

તમારી આંખોની હરકત હવે રંગ લાવી છે
મને ગમતા શબ્દો ચોરવાની તક આપી છે
-------------------------------------------------------------
ખુમારી તો ફકત ગઝલ પૂરતી ટકાવી રાખી છે
હક્કીતમાં હું પણ હાંડમાંસની કઠપૂતળી જ છું

(નરેશ કે.ડૉડીયા)
 ------------------------------------------------------------
લાગણીઓની ભીડભાડમાં હું ધક્કે ચડયો છું
તું અહલ્યા સમ ટહેલે ને તને ના સ્પર્શે કંઇ

(નરેશ કે.ડૉડીયા)
 
------------------------------------------
મારા દર્દને 'આરામ હરામ હૈ'માફક આવી ગયું છે
ગઝલોના શબ્દોમાં ઉથલા મારવાનું બહું ફાવી ગયું છે

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------------
એ તુટી જશે,
કાચની જેમ
વેરાય જશે
કરચોમાં ફર્શ પર

…જુકશે નહી
એનો અહંમ છે
એ મારા પગમાં
ખૂચી જશે
કણી કણી થઇને

લોહી લુહાણ પગે
ચાલી જઇશ
એની જમીન પર
મારા પગલાની
લહુઅંકિત
છાપ છોડીને

સદાને માટે

નરેશ કે. ડૉડીયા
———————-
અધુરા પાનાવાળી કિતાબમાં
વાતાનો અંત શોધતા શોધતા
મારા વાળ ધોળા થઇ ગયા
તારા ચશ્માંમાંથી મને હવે
ઝાંખૂ ઝાંખૂ દેખાય છે
હા ! એ વાત સાચી છે
આ આંખ મારી છે અને
તારા ચશ્માના કાચ ઝાંખા છે

(નરેશ કે.ડૉડીયા)

----------------------------
આવૂ તે કાઈ હોતુ હશે !
તારા હોઠોના ફફડાટથી ઇશ્વરને,
પણ ખિલખિલાટ્ હસવું પડે છે,
ફુલોની તે શી હેસિયત્,
વગર મૌસમે ખીલવુ પડે છે……………..(નરેશ ડૉડીયા)

————————————————————————————

વર્સે છે તાંરી આંખોમાં અષાઢી મેઘ અને ,
મન મયુર નાચે છે.
ચમકે છે તારી આંખોમાં વિજડીને
ઝ્ગમગે છે અસ્તિત્વ મારૂં.
ગડ્ગડાટી થાય છે હ્ર્દયમાં મારાં,
વરસે છે તું અનરાધાર્ આજ,
લાગે છે જાણે શ્રાવણ અને ભાદરવો બની ને

મને ભિન્જ્વી રહી છે આજ્……………..(નરેશ ડૉડીયા)

—————————————————————————–

તારી જાદુગરીનો કાયલ થયો છું
મારી વ્ય્થા અને વેદના તારાં સિવાય્ કોન સમજી
શકે છે.
તારા બતાવેલા રસ્તા પર્ ચાલ્યો આવું છું.
તારાં સિવાય્ આ એકલવાયાની લાકડી કોન બનશે
(નરેશ ડૉડીયા)

————————————————————————————

મારી કવિતા અને ગઝલમાં ખુશીનો રંગ છે ..
મૌનની તો ક્યાં વાત જ છે…..
અહિયા તો
સદાબહાર છે,
તારા પાલવના રંગનો ઉત્સવ્
(નરેશ ડૉડીયા)

——————————————————————————-

હવે તમે બોલશો અને હું સાંભળીશ્,
તમે ગઝલ બનશો ને હું ગીત્,
તમે શબ્દ્ બનશો ને હું ગીતકાર્,
તમે બનજૉ લય ને હું બનીશ તર્જ,
સજાવીશું સ્રુષ્ટીના સંગીતની મહેફિલ્,
તમારું નામને મારી અટક,
બનશે સંગીતની એક્ નવી તરજ્ ………………(નરેશ ડૉડીયા)

————————————————————————————————————————————————————–

જિંદગીની ગઝલનાં છેલ્લા શબ્દો ખુટયાં હતાં,
જયારે તમારી આંખોમાં છેલ્લા જામ પીધા હતાં,
બંધ થતી જોઇ તમારી આંખો,
ગઝલના શબ્દો સળગતાં જોયાં હતાં………………..(નરેશ ડૉડીયા)

——————————————————————————

અરમાનો ઉછળ્યા હતાં મહાસાગરની જેમ,
ઝણકી ઉઠી હતી દિલની તર્જ સીતાર ની જેમ ,
ચમકી ઉઠી હતી આંખો મારી પ્રકાશ પુંજની જેમ,
ખીલી ઉઠ્યો હતો હું પુર્ણ પુષ્પની જેમ,
સુંગધી ઉઠ્યો હતો હું રુહે અફ્ઝાની જેમ,
ગમતીલો બની ગયો હતો હું બાળકની જેમ ,
જોઇને રમકડા વહું જેવું રૂપ તારું…..( નરેશ ડોડીયા )
———————————————————————————

અંતરની ઉજાસનૉ ખોળો પાથરીને,
બેઠો છું હું સૃષ્ટિનાં ચોગાનમાં,
કોઇ તો નજર નાંખો આ દરિદ્ર પર,
કોઇ તો પાલવ લહેરાવો ઉજાસમાં,
પડછાયાં જોવાં છે મારે સુખના… (નરેશ ડોડીયા )
—————————————————————————————

આઠો જામ ખુમારી ને,
નવરસ ભર્યા છે,
તારા યૌવનમાં,
તો ય તું છે,
અડધી અધુરી ને,
પ્યાસી ને પ્યાસી.. ( નરેશ ડોડીયા)
———————————————————————————————————————————-
નિહાળુ છુ.ઉર્મિઓના ગોખેથી,
તારી અગાસીએ ઉડતો પાલવ,
મન મારું પંતગ બનવાં થનગને છે,
તારા પાલવ સાથે પેચ લડાવવો છે.. (નરેશ ડો ડીયા)
————————————————————————————-

જગતનો આ મેળૉ છે સમદુઃખયાનો,

હૈયે હૈયુ દળાય છે,

નથી કળાતું માનવીનું મન.

———————————————————-

નજરોના તીર ના છોડૉ ગોરાંદે,
હ્રદય મારું છે ઓઝોન આચ્છાદીત,

હ્રદય વિંધાશે જો મારું, તો,
આ પ્રુથ્વિ પર વિનાશ વેરાશે.

————————————————-
બારણે ઉભી ઉભી નજરથી જમીન ખોતરવી તને ન શોભે
આવ તી રે!ઘરમાં!આ દરવાજા તારા હારૂ તો ખુલ્લા છે.
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
તારી લાગણીઓને ખીલે બાંધની કેમ રાખતી નથી?..
અડધી રાતે મારા ઉભી ગઝલના ભેલાણ કરી જાય છે.
(નરેશ કે.ડૉડીયા
——————————————
શબ્દોની એકલતાએ આખા ઓરડાને ખામોશ બનાવ્યો,
મેં એકલતાને કાનમાં પુછ્યું,”કોઇના પગરવનો ભાસ છે.?
“એકલતા કહે,”આ તારું રોજનું થયું,તું ગઝલ લખ.”
—————————————-
પહેલાં આપણે આ નગરના સામસામા છેડે રહેતા હતા,
ને રોજ મળતા હતા!!
આજે એક જ ઘરમાંરહીએ છીએ
ને કયારેય મળતા નથી!
—————————————–
મારા ખીસ્સામાંથી સાચવી રાખેલી..
એક સાંજ તને આપી દઉં…
તું તો આજે સાડી પહેરીને આવી છે…
અને તારું પર્સ પણ ભૂલીને આવી છે..
——————————-
તારી લાગણીઓ મુકતક જેવી મુકત છે,
પ્રેમ અમારૉ ગઝલમાં પણ ક્યાં સમાય છે..
——————————–
ફુલોની ખુશ્બુનું તો એક જ નિશાન હશે ,
એ આપણો શ્વાસોની વચ્ચેની નઝમ હશે
——————————
તમે મારા અશ્રુની કિંમત શુ જાણશો ?
જ્યાં સુધી તમારી આંખોમાંથી
અશ્રુનીનદી નિરાશાના સાગરમાભળે નહી ત્યાં સુધી..?
(નરેશ કે.ડૉડીયા)
————————————-
સવારે પુષ્પ ઉપર શબનમને શરારત કરતી જોઇને.
સુરજની આંખોમાં લાલાશ ઉભરી આવી..
———————–
મારી જિંદગીને હક્કીત બનાવવા નિકળ્યો હતો ,
રસ્તામાં તું મળી ને જિંદગી સપનું બની ગઇ.
(નરેશ કે.ડૉડીયા)
————————————–
એકાકી મન મારું આજે ઉંમગોના માંડવા નીચે બેઠું છે,
બસ તારા હસ્તની આગળ વધવાની વિધિ બાકી છે..
(નરેશ કે.ડૉડીયા)
————————————–
જુકેલી આંખોમાં જુઓ તો ખરા ! શું ગુરુર છલકે છે?
ગજબ છે આ માનૂની,સાદગીમાં પણ નૂર ટપકે છે…
(નરેશ કે.ડૉડીયા)
———————————–
તમે તો આઘા જ રહેજો ગોરી અમારાથી,
આકાશે વાદળા હોયને,થોડી બદમાશી હોય,
પછી ના કહેતા કે મૌસમ વરસે છે કે હું..
(નરેશ ડૉડીયા)
—————————-
મને ના ગમી તે તારી રીત હતી,
મને જે ગમી તે તારી પ્રીત હતી
(નરેશ ડૉડીયા)
—————————————–
શબ્દોને પાંખો આપી તે શા માટે ઉડાડયા,
તારા ઉડાડેલા આજ સુધી ડાળે બેસ્યા છે?
(નરેશ ડૉડીયા)
———————————-------
મારી નીંદર છીનવી લેનાર જરા એ તો વિચારો?
અને તમે સપનાંમાં મળવાના વાયદા કરો છો..?
(નરેશ કે.ડૉડીયા)

——————————————————
ગઇ રાતે તે આપેલા દિર્ધચુંબનોના
આસ્વાદ આજે સવારે ,
ઝાકળ ભીના ગુલાબોની જેમ મહેકી રહ્યા છે.
સુરજની પહેલી કિરણૉનો સ્પર્શ
મારા હોઠોને ફરીથી તરસાવી રહ્યો છે..
(નરેશ કે.ડૉડીયા)
———————————
અવાજોના નગરમાં તુ
મૌન રાત્રી બનીને આવજે !
મૌનની મહેફીલ હશે !
તું હશે !
હું હોઇશ !
અને !
આપણી વચ્ચે જે કંઇ હશે !
ના તારું હશે !
ના મારું હશે !
આપનું એક સહિયારું
શ્વાસોની સીતારમાથી ઉદભવેલું
એક મજાનું મૌન ગીત હશે..!
(નરેશ કે.ડૉડીયા)
————————————-
જાણે એના સાનિધ્યમાં સ્પર્શનો છલકતો સાગર છે!
શું આ કિસ્મતની ગલીપચીનો કોઇ નવો આયામ છે?
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
તને કરેલા ચુંબનોના આસ્વાદોની કિંમત આજે ચુકવી રહયો છું
નશાખોરીના ગુના હેઠળ હું જેલના સળીયા ગણી રહયો છું…
(નરેશ કે.ડૉડીયા)
————————————————————————–
ओ सितमगर,तेरे सितम बरदास्त नही होते है
भूले से भी हमे अकेले मे मिलने मत आना !
मेरे ख्यालात कुछ जिहादी बनते जा रहे है.
(नरेश के.डॉडीया)
———————————————----------
सितारो के साथ अपना ताल्लुक युं ना बढ़ाया करो’
नरेन’चांद को सुरज बन ने का मौका युं ना दिया करो..
(नरेश के.डॉडीया)
————————————–
यु ही नही जलते है किसी की आंखो मे यादो के चराग
‘नरेन’एक लम्हा बहे गया आंखो मे पिघले मोम कि तराह
(नरेश के.डॉडीया)
———————————————————-
आपनी आरझु को थोडा थोडा थकने का भी मौका दिया करो
‘नरेन’उनके जहन में तेरे ख्यालका मौसम कबका बित चुका.
(नरेश के.डॉडीया)
----------------------------------------
અફસોસ એ વાતનો નથી કે તમે બીજાના બની ગયા
અફસોસ એ વાતનો છે કે અમે બીજા ના બની ગયા
----------------------------------------
---------------------------------------
तुं वफा की राह में अपनी रुह को चरागो की तरह जलाता रहां 'नरेन
उन की आदत है फितनाखेज हवाओ की तरह चरागो को बुजाने की

(नरेश के.डॉडीया)
------------------------------------------

तेरे जख्मो पे कभी तो मरहम बन के वोह् आयेगा'नरेन'
ये तस्सवुर देखने में तेरी पुरी जिंदगी युं ही कट जायेगी
(नरेश के.डॉडीया)
-------------------------------------------
गझल में इतना दर्द से ताल्लुक रखना अच्छी बात नही है'नरेन'
लोगोक़ी आंसु से भरी आंखे आखरी शेर पढने के काबिल ना रहे...

(नरेश के.डॉडीया)
-------------------------------------------
વ્હાલી આમ વ્હાલને ફકત વિષય ના બનાવ
ચાલ થોડા પેકટિકલ કરીને વિષયને માણીયે

(નરેશ કે.ડૉડીયા)
-------------------------------
જિંદગીની જલન કહે કે
ફુલોનું કરમાય જવું
શાખ પરથી પતાની જેમ
ખરી ગયા પાનખરમાં સંબધ
પાનખરની ખરેખર રાહ જોતા હતાં
...આપણા સંબધ?

(નરેશ કે.ડૉડીયા)
-----------------------
જિંદગીને જિવવી પડે છે
રોજ કપડા પણ બદલવા પડે છે
તારા નવા નવા કપડાના શોખની જેમ
હું પણ બદલતી રહી તારા કપડાની જેમ

...(નરેશ કે.ડૉડીયા)
--------------------------
પ્રેમ,પાણી અને પવનને સતત વહેવા જોઇએ છે
પ્રેમના અતાગ પાણીને આપણે થોડા રોકી શકીયે
તારો પ્રેમ સતત વહેતો રહ્યો સમયની સાથે સાથે

હું એક ખાબોચિયાના પાણીની જેમ અકબંધ રહી
તું સતત અવનવાં પાણીથી ભીંજાતો રહ્યો અને
મારી આંખોનાં અતાગ પાણી સતત વહેતા રહયા

(નરેશ કે.ડૉડીયા)
-------------------------------
પ્રેમ કરવામાં અમે બંને શ્રધ્ધાળું જીવ ખરા !
એક બીજાને કયારેક આંખોથી ઠપકો આપીયે,પણ
એકબીજાના હોઠોએ પોતાની જુગલબંધી તોડી નથી

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------
તારી સાથે લાગણીઓના વેપારમાં મારે ખોટ ખાવી પડે છે
નહોતી ખબર કે પલડાનાં તળીએ સ્મિતનું ચુંબક ચોટાડેલુ છે

(નરેશ કે.ડૉડીયા)
-----------------------------------
कित्तने इममिंनान से वोह बेगुनाह की तरह हंस के गुजर गये
कल रात उस की बाहो में मुजे बडी नजाकत से कत्ल किया था

(नरेश के.डॉडीया)
-------------------------------
એક કવિની મરણોમુખ જુબાની ગઝલમાં સમાણી
ઝાંઝવાના સાગરમાં એક નાવ અધવચ્ચે સમાણી
--------------------------------------
ટહુકાના ઘરમાં તેં સંવેદનાની મુંગી કોયલ પાળી
મારી લાગણીઓની ગઝલ કોકિલની જેમ ટહુકીને હાંફી ગઇ

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------------
વારમવાંર ખુલાસા કરવાનું એટલે જ ટાળું છુ
લોકોને કેમ સમજાવું કે તારી સાથે પ્રેમ છે?

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------------

कुछ रिश्ते ऐसे होते है जिन के नाम होते है,फिर भी कुछ काम के नही होते
कुछ रिश्ते ऐसे होते है जिन के नाम नही होते है, फिर भी काम के होते है
(नरेश के.डॉडीया)

--------------------------------------------------

અલગારી જીવને અંહકાર શેનો હોય ભાઇ!
ફકીરીએ દીધો છે બાદશાહનો વેશ,
જીતે ભલે બાદશાહ થઇને ગઢ ઇડરીયો
અમારી બાદશાહત સલામત છે ગઢ ગીરનારે

...(નરેશ કે.ડૉડીયા)

----------------------------------------------

खुदा मुजे तेरी खुदाइ पे पहेलीबार यकिन आया था
जब मैने मां के हाथ से पहेला निवाला खाया था

(नरेश के.डॉडीया)
----------------------------------------------

उस दिन इश्क की आंधी आयी थी
कब्रस्तान मे

सब आशिको की कब्र की चदरे उड गइ
और सब कब्रे नंगी हो गइ
...
ना जाने मेरी कब्र पे एक चुनरी उड के
कहा से आयी ओर मेरी कब्र से लिपट गइ

(नरेश के.डॉडीया)

------------------------------------------

उन के गालो पे ये काला तिल है या खुदा का करिश्मा
जैसे तितली के परो पे खुदा ने अरबी मे हायकु लिखा है

(नरेश के.डॉडीय़ा)

------------------------------------------------------

मेरे शहर के तमाम गुलशन मे गुलो के चहेरे उतर गये है
सुना है तुम्हारे गांव की सब तितली के हाथ पीले हो गये है?

(नरेश के.डॉडीया)

----------------------------------------------------------

सुना है आदमी जब से लकडी के मकाने मे रहेने लगे
मैने जंगल में परिंदे नही उन के पंर उडते हुवे देखे है

(नरेश के.डॉडीया)

---------------------------------------------------

खुदा मुजे तेरी खुदाइ पे पहेलीबार यकिन आया था
जब मैने मां के हाथ से पहेला निवाला खाया था

(नरेश के.डॉडीया)

---------------------------------------------------------------

तेरा इंतेकाम लेने का तरीका भी अजीब है
कोइ ऐसे  बाहो मे भर के जान लेता है?

(नरेश के.डॉडीया)

---------------------------------------------------------

રરોજ રાત્રે તારી યાદોનું કાળચક્ર દિમાગ પર ફરી વળે છે
રોજ સવારે ઘાયલ સપનાઓને ચાદર સાથે સમેટી લઉં છું.

(નરેશ કે.ડૉડીયા)

----------------------------------------------------------

આંલિગનોનો તરખાટ જોઇ ચાંદની આંખે અંધારા આવી ગયા
તારા ચહેરાની લજ્જાને ભાળીને ચાંદ વાદળમાં છૂપાય ગયો

(નરેશ કે.ડૉડીયા)

------------------------------------------------------------------------------

વ્હાલી,તમારા ઉપર ઘાતની અસર લાગે છે!
બાગમાં જતાં પહેલા તમે સો વાર વિચારજો!
ફૂલોએ બિછાવેલી સુંગધી સુંરગોના વિસ્ફોટથી
આપની નાજુકાઇને કળીઓની કરચથી ઝખ્મી
કરવાનું બગીચાનું વ્યસ્થિત કાવતરું લાગે છે!
...
(નરેશ કે.ડૉડીયા)

-----------------------------------------------

जिसे तुम प्यार का नाम देकर मेरी जिंदगी मे आये थे
जिंदगी के कुछ दिन बचे है प्यार क्यां है उनकी तलाश मे               

(नरेश के.डॉडीया)
---------------------------------------
नरेन तुंम कोन से जमाने के शायर हो
ये नये जमाने की वफादारी की दुनिया है

कभी कभी समाओ को जलकर भी कुछ    
परवानो को मजबूरन जिंदा रखना पडता है
---------------------------------------
બીજુ કશું તો તું આપવાં સક્ષમ નથી
તારી યાદો સિવાય કોઇ વિકલ્પ નથી

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------------
शायद मेरी सदाबहार मुश्कान उन को रास ना आइ
वोह बडी नजाकत से मुजे रोने का तरिका शिखा गये.

(नरेश के.डॉडीया)
-----------------------------------------------------
अकसर वोह अपने जझबातो से मुजे उलजाते रहेते है
ये आशिक इश्क मे अपने जझबे से ताल्लुक नही रखते

(नरेश के.डॉडीया)
------------------------------------------------------------
દવા અને દુવાની બહું જોરઆઝામાઇશ થઇ ગઇ
તારો ચહેરો જોયો ને હકીમની આબરૂ લૂટાંઇ ગઇ

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------------------------
ओ सुफीबंदो,क्युं मारे मारे फिरते हो चोकट चोक़ट
हमारी चोकट पे आया करो,हमारी गजलो में खुदाइ है

तुज मे और मुज मे फर्क सिर्फ इतना है ए बंदा!
तुं खुदा को सनम बनाता है और में सनम को खुदा
...
(नरेश के.डॉडीया)
---------------------------------------------------------
તેની સાથે સંવેદનાની વાતો કરું ત્યારે તાળૉ મળતો નથી
જરૂર એની લાગણીઓના હિસાબોમાં ગરબડગોટાળૉ લાગે છે

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------------------------------
हुस्नवालो, हम से आंखे जुका के नही आंखे मिला के  बात करो
मेरी गझल के कुछ आवारा शेरो ने आंखे मिलाना शिख लिया है
(नरेश के.डॉडीया)
--------------------------------------------------------------------
शबनमीलिबास में रातो को यु ना निकला करो
चांद को  सुरज बन ने का मौका ना दिया करो

(नरेश के.डॉडीया)
------------------------------------------------
 कभी मेरी मुश्कुराहट पे मरने की बाते करतां था
वोह शख्स आज मेरे अश्को से ताल्लुक रखता है

(नरेश के.डॉडीया)
--------------------------------------------------
 સમયની સૃષ્ટિ છે સરીખે છે બધાના માટે
કવિઓ કહે છે,'હું કસમયે આવ્યો છું
-------------------------------
વિરહની વેદનાનું એડવાન્સબૂકિંગ થતું જોયું
હું મનમનો હરખાયો,
એક આંસું એની આંખમાંથી દડી પડયું
હૈયે હાશ થઇ મને!
લાગે છે હવે મને એ પ્રેમ કરે છે                               
---------------------------------
                
બક્ષી બળવાખોર છું.
કાન્તિભટ્ટનો કાઠિયાવાડી છું.
મુન્શી સાહિત્યનો માણીગર છું.
મેઘાણી સાહિત્યનો મર્દ છું.

સચ્ચિદાનંદજીનો સાત્વિક છું.
ગુણવંત શાહનૉ ગુણાતિતાનંદ છું.
કલાપીનો કેકારવ  છું.
અખાનો અવધુત છું

નરસૈયાનો છંદ છું.
ગાલીબની ગઝલ છું
મરીઝનો મક્તાનો શેર છું    
વેપારી છું ને વરણાગી છું

વિજોગણીઓનો વિજાણંદ છું..      
ગાંધીનો ગુજરાતી છું
મનનો માણીગર છું
 

મુકત મિજાજી ને અલગારી છું
મિજાજે કવિ છુ ને સંવાંદે શાયર છું
   
કવિ છું હું,મનની વાત કયાંથી જાણુ?
હું તો દિલની વાત જાણુ !

એની થિંગ એલ્સ ડાર્લિંગ
ફિલિંગ્શ ઇઝ નોટ સબજેક્ટ
લેટ'સ ડું સમ પ્રેકટિકલ્સ!

(નરેશ કે.ડૉડીયા)      

--------------------------------
સમાઓ જલતી નથી,આ દિલ જલે છે
તું સામે નથી ને આ જવાની જલે છે
આશા છે આગ ઠરવાની,એક લાલ લુગડાની ખેવના છે
-------------------------------
સમયને સથવારે ચાલતો હતો
તારો સથવારો ઝંખતો હતો
અગર તારી 'હા' હોત તો;
સમયને રોકી રાખ્યો હોત?
-------------------------
માનસિક પરિતાપને વિદાય આપતી
યોજનામાં આપની ભાગીદારી ઘણી જ
સુખદ અને શાતાપૂર્ણ રહી હતી
જે આપના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે
------------------------
વિરહની વેદનાને પંખી બનીને મૂકત થવું છે
લાગે છે આજે કબ્રસ્તાનનું આકાશ સ્વચ્છ છે
--------------------------------
લક્ષ્મી ચાંદલો કરવા આવે,
ત્યારે મોઢું ધોવા ન જવાય;
એક વાર તો તું સામે આવ!
મારે લક્ષ્મીને ચાંદલો કરવો છે
---------------------
સપનાઓની ભૂમિ પર સ્મસાન ખડુ કર્યુ
એવું તને શું સુજયું કે કોઇનું જીવતર રૂડુ કર્યુ?
----------------------------
મારા સપનાઓની સ્વરૂપવતી;
આજે બની ગઇ છે ગંગાસ્વરૂપ!
અસ્થિ મારા વહી ગયા ગંગામાં પાણીસ્વરૂપ
------------------------------
યૌવનની આખડી છે આંખલડી લડાવવાની
સૌંદર્યની આખડી છે આંખલડી લલચાવવાની
------------------------------
 તમે કવિઓના દર્દ શું પારખી જાણો છો માનવીઓ !
જ્યાં ખુદા નામના હકીમે પોતાના હાથ ઉચાં કર્યા છે!

(નરેશ કે.ડૉડીયા)
 ----------------------------------------------------------------
મને પામવાની લગાતાર વ્યર્થ કોશિશ ન કર
આયનામાં તું તસવીર શોધવાની લગાતાર કોશિશ ન કર,

ખુદાએ જે રસ્તાઓ અને મંજીલ અલગ બનાવી છે
મંજીલ પામવાનો નથી,ખુદને ભટકાવાની કોશિશ ન કર,

જિંદગીના દરેક રંગોની કહાની છે અલગ અલગ
મેઘધનુષને તું ઉનાળામા પામવાની ખોટી કોશિશ ન કર

હોય અક્ષરોની બાંધણી તો ગઝલ કે કવિતામાં ઉતારું
કિસ્મતની લકિરોને નવો મોડ આપવાની કોશિશ ન કર

માંગી લેવાની તને ઘણી ઇચ્છા અને અરમાન હતાં
કિસ્મતના કાણા પાત્રમાં તું માંગવાની કોશિશ ન કર.

ઇચ્છાઓના નગરમા અરમાનો અમારા અબજોપતી હતાં,
સરસ્વતી ખોડે રમનારો,લક્ષ્મીને પામવાની કોશિશ ન કર

જીવાડે પ્રેમથી એવા રાહબરની હવે ક્યાં તલાશ છે
ગઝલ લખેલા પાનામાં, તું પામવાની કોશિશ ન કર

મને પામીશ તો આ પામર તને કશુ નહી દઇ શકે
મૃત ઇચ્છાઓને તું જિવીત કરવાની કોશિશ ન કર

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------
ના બાંધ તું આટલી મૌનની દિવાલો આપણી વચ્ચે
મારી સંવેદનાના પડઘાથી સોંસરવા બાકોરા પડી જશે.

ના ખેંચ આટલી મોટી લક્ષ્મણ રેખા આપણી વચ્ચે
મારા અરમાનોની આહટથી ધરતી પણ ફંટાય જશે.
...
ના બાંધ તું આટલી પાળ આપણા કિનારા વચ્ચે
દીલમાં ઉઠતા તોફાન બધુ એક સાથે ઘસડી જશે.

ના પાછુ ઠેલવ આપણુ મિલન સમયના વાયદા વડે
કાયદાની બહાર રહીને અરમાનો તને વિંટળાય જશે.

ના ખેલ રસ્સીખેંચની રમત તારા નાજુક હાથ વડે
તારા નાજુક હાથની રેખાઓ એક ઝાટકે બદલી જશે

ના નાંખ આટલા પાસાના દાવ પ્રેમની ચૉપાટ તળે
મારી એક જ શકુની ચાલ વડે પાસાઓ બદલાય જશે

ના બાંધ આટલી સરહદો આપણા સંબધોના છેડે
નાજુક મન ક્યાં જાણે છે ક્યારે સરહદ બદલાય જશે?

ના તડપાવો ફુલો સમ દેખાવ ને ઝાકળમા મોહરા વડે
રસજ્ઞ ભમરાઓને નથી ખબર કે સાંજે ફુલો કરમાય જશે?

(નરેશ કે.ડૉડીયા)
-------------------------------------
માંગી હતી ક્યા તારી પાસે જિંદગીની દોલત
તમારી ચાહત મોંઘી મોલાત હતી એ ખબર નહોતી?

નસીબ હતા મુજને ખિલાફ કે તારી ચાહત
ચાહતની બાજી કેમ ખેલવી એ મને ખબર નહોતી?

પ્રેમમાં ક્યા વેપારી નીતિ અપનાવુ મારી
કાંડા કાપી લેવાની તમારી કળાની ખબર નહોતી?

હક્કીત અને સપનાને જોજનના અંતરો છે
પાકટ થયેલી આંખો એ વાતની ખબર નહોતી?

અમે સપના જોવાના ગુના કર્યા નાદાનપણે
ઠંડે કલેજે દિવાનાને વિંધી નાંખશો એ ખબર નહોતી?

હતી આશ અમને પ્રેમના પંથે વહેવાની
નાખી હશે તમે કોઇ આડ એ ખબર નહોતી?

સપનાની પણ કિંમત હોય એ ક્યા ખબર હતી
લાખોના સપના કોડીના મુલે વેંચાશે ખબર નહોતી?

સરળ હતું અમારૂ વેપારી ગણિતને નીતિ સાચી
તમારૂ ગણિત હશે ગલતફહેમીનું એ ખબર નહોતી?

ભીતરનો તાપ અમારો જલાવ્યો તમારી રોશની કાજે
હાથ તપાવી પોબારા ભણી જશો એ ખબર નહોતી?

…(નરેશ ડૉડીયા)
-------------------------------
રાતોની અદબ ક્યાં પાડી છે જ્યારે જ્યારે તું આવી છે,
સંવેદનાને ક્યાં સંસ્કાર નડયા હતા જ્યારે તું ખીલતી હતી,

ગુંજતી રહેતી હતી સતત બે શ્વસોની ટંકાર તણી ગઝલ,
જ્યારે જ્યારે તારા શ્વાસોમાંથી શબ્દોની ખૂશ્બૂ નિખરતી હતી,

હવાને પણ એક ધુન ચડતી રંગેચંગે નાચતી આઠે પહોર,
પ્રભાતના પુષ્પોની તાલાવેલી અડધી રાતે ખિલતી હતી

બેલાની ફુલોની જેમ ખીલતી તારા અંગે અંગની ડાળી ડાળી,
નદીઓ સાગર માટે આતુર હોય તેમ તૃષા તારી જાગતી હતી

સુકાયેલી લાગણીઓને ભીંજાવતા આપણે ઠેઠે મુળીયા સુધી,
વહેલી સવારે લાગણીઓ ઝાકળ બનીને ફૂલો પર રમતી હતી

પરચમ તારો લેહેરાતો હતોને ભકિત તારી કરતો રાતભર,
તારા ખુલ્લા બાલોને સંગસંગ હવા શરાબી બનીને ઝુલતી હતી

આરસની ફરસ પર ફેલાય જતી તારી સંગેમરમરસી કાયા,
બારી વાટે ચાંદની તને જોઇને ચાંદને વારે વારે રીઝવતી હતી

ચંદ્રને પણ માયા તારી લાગી,નિરખતો હતો તને રાતભર,
ચાંદની સફેદીમાં તું જીવતા તાજમહેલ જેમ ચમકતી હતી

આંખો અંજાય ગઇ ચાંદને કરતો જોઇ ચેડા તારી સાથે,
ભીંજવતો રહતો રાતભર તને,હાલત મારી કફોડી થતી હતી

ભારી થતી આંખો મારી રંગ ચડતો કંસુંબલ ઉજાગરાનો,
ઉષાના આગમન સુધી અર્ધજાગૃત આંખો મારી જાગતી હતી

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------------
તારા વિરહની શું વાત કરૂ,કેમ રાતો વિતાવી?
એ હક્કીકતોના બયાન આંસુઓના ઉત્સવોમાં ઉજવાય છે

વંસતને વિદાય કરી છે લીલા તોરણે અને
તારા વિના પ્રણયના આંગણે પાનખરનો ઉત્સવ ઉજવાય છે,

ભેંકારતા ભાસતી રાતોને એકલતા એકીશ્વાશે હાંફતી હતી
ઉજાગરા ભરેલી આંખોમાં હવે વેદનાઓના ઉત્સવ ઉજવાય છે

સુરજની રોશનીમાં દેખાતા લાલ ચણોઠીના ખેતરો
પરોઢના નમીમાં હવે સુરજના તાપનો ઉત્સવ ઉજવાય છે

સમી સાંજના ઉજાસમાં આખેં આવતા અંધારા અમાપ
ગુજારેલા સમયના અંજવાળાનો અંધારામાં ઉત્સવ ઉજવાય છે

તારા ગયાના દિવસો ગણવા અટપટા લાગે કેમ
જામની પ્યાલીઓ સાથે હવે ખ્યાલોના ઉત્સવ ઉજવાય છે

મારા ચોપડે તારા નામના ખાતે બોલે છે ઉધારી અનેક
પાછી નહી વળે ત્યાં સુધી ગણતરીના ઉત્સવ ઉજવાય છે.

(નરેશ કે. ડૉડીયા)
-----------------------------------------------

કૈંક હોવાપણાની ઉમરકેદ ભોગવી લીધી
ગઝલગઢમાં જિંદગીની નવી કેડી શોધી

દિલાશો,સાંત્વન જેવા શબ્દોને રજા દીધી
જીંદગીને જીવવાની એક નવી રીત શોધી
...
ઘટના કોઇ અમસ્તી નથી બનતી અહીં
કિનારેથી ડુબાડવાની નવી તરકીબ શોધી

મસ્તિકના વિચારે ચકડૉળે ચડે છે અહીં
મેળૉ નથી તો યે હેલે ચડવાની રીત શોધી

ભીંજાતી કોર મહી ભેજ સહેજે સુકાય નહી
વેદનાને ભૂલવા ગઝલ મહી ઓથ શોધી

સૌંદર્યના સંશોધનોના શબ્દો ખુટી પડયા
ખુદાને સનમ કહેવાની નવી રીત શોધી

ગઝલને તને ગાંઠી ગઇ ને તું ગઝલ ને,
વેપારીએ શાયરીના ધંધામાં નવી તક શોધી

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------

કરીને બેવફાઇ એ કોઇની બાહોમા ગીત ગણગણે છે,
એના મીઠા સ્મિતની પાછળ ખંધાઇ બોલે છે

નજરોના સળગતા તીર સાથે કાકડા ફેકે છે,
લજ્જા વિહોણી આંખમા બેવફાઇનો કિસ્સો બોલે છે

ઠેકડી અમારી ઉડાડી સરાજાહેર બદનામ કરે છે,
જિવવાલાયક ઘડીનો ઘડોલાડવાનો ઇરાદો બોલે છે,

તારી ફુટેલી કિસ્મતની ચિરફાડ કરે છે,
એક પ્રેમની લકિરને મીટાવવાનો ગુનો બોલે છે

હવે આદત પાડજે તારી ગઝલને ઉદાસીથી રંગવાની
દરેક દિવાનોની પાછળ એક ખૂબસૂરત કિસ્સો બોલે છે

આંસુને કિસ્મતમાં લખેલું છે વહીને સુકાય જવું
તારી ઉદાસીની આગળ તારું સદાબહાર સ્મિત બોલે છે

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------------
શૂન્યતાના સિમાડાઓનો વ્યાપ વધતો જાય છે
એકડાઓની માન્યતા તું ઘુંટવાનું હવે બંધ કર.

સંબધોનુ નહીં હોય ગણિત જે તું કંઠસ્થ કરી શકે
તારી વેપારી પેઢીની જેમ જાંગડ વ્યવાહર બંધ કર

માન્યતાની પણ એક હદ હોય છે દરેક સંબધોમાં
થાકી ગયેલા સંબધોને હવે દોડાવવાનું બંધ કર

સંબધોનું આકાશ છે હથેળીમાં ચાંદ-તારા મઢેલું
મધ્યાહને હોય સુરજનુ મોં ચઢેલું તું આંખોને બંધ કર

નહી મળે સંબધનું અખિલ બ્રહ્માંડ જેને તું ઝંખે છે
ઉપગ્રહો ટકરાય છે મતભેદમાં,એ જોવાનું બંધ કર

સંબધોનાં પરિમાણ માપવાના કોઇ યંત્ર ના હોય
દરેક માટે હ્રદયની પ્રયોગશાળાનો ઉપયોગ બંધ કર

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------
પ્રેમદિવાનાઓને સપના શું હોય કે શું હક્કીત હોય!
ના હોય મદિરા તો પ્રિયતમની આંખોના જામ છલકાવે છે.

પ્રેમદિવાનાઓને મિલનની શાશ્વતતા શું હોય કે દુરતા!
વિરહની રાતોમાં કાગળો પર આંસુના પુર છલકાવે છે.

સદા ગીત ગાતા એ દિવાના પ્રિયતમાના તાનમા!
ગુલાબી સનમને હોઠે સજાવી મૌસમને છલકાવે છે.

હોય ખુદાકે પ્રિયતમાનું સાનિધ્ય આ દિવાના માટે!
અલગારી કૈક સનમ માટે સુફીરાગે તાલ છલકાવે છે

વગર ચોમાસે વરસાદ વરસાવતા એ પાગલ દિવાના!
સદા દીઠતા કાળી ઝુલ્ફોના છાંવમાં ઘટા છલકાવે છે

પાપણૉમાં સદાય મસક ભરી રાખતા પાણીની દિવાના!
વેદનાની તરસ છીપાવતી આખોંની મસકો છલકાવે છે

દુનિયાદારી ભૂલીને પ્રેમમાં પાગલ બનતા આ દિવાનાઓ!
મયખાનામાં ભેગા થતા કિસ્મત ફૂટેલા જામ છલકાવે છે.

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------
છળકપટ કરે આ રૂપાળા ફૂલો ખૂશ્બૂઓથી તરબતર થઇને
આ સુંગધી ચાલની પાછળ રંગબેરંગી પંતગીયા કાયલ છે.

નથી જવું તારા એ ખૂશ્બૂસભર બાગબગીચાના માહોલમાં
જ્યાં ભમરાઓનો ફુલોની ચુમવાની મજુરી લેવી પડે છે?

મૌસમને પણ વારંમ વાર તકાજા કરવા પડે છે વંસતને,
જા નથી ખીલવું!ફુલોની આ ભૂલનું પરિણામ ધાતક છે

કરમાયેલા ફુલોના ચહેરા પર હાસ્યની બુંલદી છલકાય છે,
કરેલી ભૂલોના હોઠો પર ભમરાઓના ગુંજનના નિશાન છે.

ખૂશ્બૂની સફર હવે આસાન નહીં હોય,સર્વ કળીઓ સાંભળૉ!
બાજુંમાં અન્ય માળીઓ પણ નવા બાગકામમા મશગૂલ છે.

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------------
જિવનમાં આવતી પ્રેમની મૌસમના રંગ પણ જુદા છે
હોય રાધા કે મીરાં અંતે તો વિરહમાં ઝુરવાનું છે.

દરેક પ્રેમીઓના રાહ એક જ હોય છે પ્રેમપથમાં
કોઇને રાધાના તો કોઇને મીરાનાં નશીબનું મેળવવાનું છે

પ્રેમ કરવો એટલે પામવું એવું તારું માનવું છે?
પ્રેમ કરવો એટલે મેળવવાની સાથે ગુમાવવાનું છે

વ્હાલપની વેદનાની મૌજ વિરહમા માણીશુ
આપણે ખિજડાના પાનના તોરણને આંગણે ઝુલાવવા છે

વંસતોને આપણે લિલાતોરણે વિદાય કરશુ
પાનખરને આપણે પ્રેમથી લીલા તોરણે વધાવવી છે

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------------
મલપતિ ચાલે રાતે આવીને અચાનક મેઘ
ભીંજાયને કોરીકાટ ધરતીના નીખર્યા અંગેઅંગ

જો તો ખરી ધરતીએ કેવા ધીંગા રૂપ ધર્યા
છલક્યા ખુશીના જામ શબનમી રંગે અંગેઅંગ

લીલા રૂપને જોઇને આંખોમા જોબન છલકે
ટહુકે દિલડાના મોર એક સામટા અંગેઅંગ

જોબનની જાણે લાગી કુંપળૉની વણજાર
ઘટાટોપ ઝાડને લાગી નવી રંગત અંગેઅંગ

ફુટી નીકળી છે તકદીરની તકરીર કરતી
લીલા ઘાસમાં નીખરી ગઇ ભીનાસ અંગેઅંગ

ફુલોને પાનને જાણે લાગ્યો જવાનીનો રંગ
સુહાગરાત પછી નવોઢાના નવા રંગ અંગેઅંગ

ધોળા દેખાતા વનફુલો બની ગયા લાલચોળ
સુકાયેલી નસોમાંથી પાનખર ગાયબ અંગેઅંગ

નમણી નવલલિતા કેરી મહેકે છે હવા સારી
જાણે કોઇ નાજુક હસીનાઓ સ્પર્શ અંગેઅંગ

વરસી ગયો ઓળધોળ થઇને વિલાસી મેઘો
નવપલ્લિત કરી ગયો નદીઓને અંગેઅંગ

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------------------
ચાતકના ટોળાને છૉડીને હવે અમે મોરના ટૉળામાં ભળી ગયાં છીએ
દુનિયાદારીની સામે થવા મોરની જેમ કળા કરતા શીખી ગયા છીએ

હતી અસર અમારા પર દિવાનગીની,કરતા રહ્યાં બંદગી ખુદા સમજી
બુતપરસ્તીના માહોલમાં અમે કેમ આરતી ઉતારવી શીખી ગયા છીએ

જીવનભર સામે આવતા તોફાનોને હું સામે ચાલીને વધાવતો રહ્યો
હવાને તેના વર્તનની ગહેરી અસર હતી,એ અમે જાણી ગયાં છીએ

એમના કરેલા દરેક ગુનાહની સજા હું સમજયા વિના ભોગવતો રહ્યો
આ તેમની સમજી-વિચારેલી ચાલ હતી,એ અમે જાણી ગયા છીએ

સપનાઓ અમારા દાટી દીધા એને બનાવેલી હક્કીતની ભૂમિ પર
હજું ત્યા યાદોની માટી ભીની છે એ વાત અમો ભૂલી ગયા છીએ

પ્રણયભૂમિ પર નિર્દોષ કબુતરો ગુટરગુ કરતા પ્રણય મસ્તિ કરે છે
અહીંયા અમે જવાન મુરઘાઓ જેમ મુંગામોઢે હલાલ થઇ ગયા છીએ

સુકાયેલી રેતીના રસ્તા પર ભીના પગલાની છાપ વર્તાય રહી છે,
આંખોમાં પસ્તાવાની ધાર ફૂટી રહી છે,એ અમે જોઇ ગયાં છીએ

(નરેશ કે.ડૉડીયા)
-----------------------------------------------
લાગે છે આજે મેં તને ફરિસ્તાની આંખે નિહાળી છે;
એટલે જ તારા સૌંદર્યમાં એક દિવ્ય જ્યોતી નિહાળી છે.

લાગે છે આજે મેં તને નવાબી આંખે નિહાળી છે
એટલે જ તારી અદામાં પાકિઝાની નઝાકત નિહાળી છે.

લાગે છે આજે મેં તને પ્રેમીની આંખે નિહાળી છે;
એટલે જ તારી આંખોમા તોફાની સમુદ્રની લહેરો નિહાળી છે.

લાગે છે આજે મેં તને કવિની આંખે નિહાળી છે;
એટલે જ તારી રૂપમાં ગઝલની મસ્તી નિહાળી છે.

લાગે છે આજે મેં તને શિલ્પીની આંખે નિહાળી છે;
એટલે જ તારા કમનિય વળાંકોમાં કોતરણી નિહાળી છે.

લાગે છે આજે મેં તને ઝેસલની આંખે નિહાળી છે;
એટલે જ તારા અસ્તિત્વમાં સતીત્વની ઝલક નિહાળી છે.

લાગે છે આજે મેં તને ક્રિષ્નાની આંખે નિહાળી છે;
એટલે જ તારા વર્તનમાં રાધાની સાધના નિહાળી છે.

લાગે છે આજે મેં તને કાલિદાસની આંખે નિહાળી છે,
એટલે જ તારા શરીરમાં મેઘની ભીનાશ નિહાળી છે.

લાગે છે આજે મેં તને ચિત્રકારની આંખે નિહાળી છે
એટલે જ તારાંમાં સ્મિતમાં મોનાલિસાની મસ્તી નિહાળી છે

લાગે છે આજે મેં તને શરાબીની આંખે નિહાળી છે
એટલે જ તારા યૌવનમાં આઠોજામની ખુમારી નિહાળી છે

લાગે છે આજે મે તને 'અસિમ રાંદેરી'ની આંખે નિહાળી છે
એટલે જ તારી નખરાળી ચાલમાં કોલેજે જતી'લીલા'નિહાળી છે

લાગે છે આજે મેં તને 'રમેશ પારેખની' આંખે નિહાળી છે
એટલે જ તારા સ્નેહમાં 'સોનલ'ની સાલિનતાં નિહાળી છે

લાગે છે આજે મેં તને'ફરાઝ અહેમદ'ની આંખે નિહાળી છે
એટલે જ મેં તને આંખોને ભરીભરીને ટીકીટીકીને નિહાળી છે

લાગે છે મેં તને મારા ખૂદની આંખે નિહાળી છે;
એટલે જ મેં તારી આંખોમાં મારી દુનિયા નિહાળી છે.

(નરેશ કે. ડૉડીયા)
-------------------------------------
નહીં ફંફોસ મારો ચહેરો,કંઇક સવાલોનો છે મહોરો
તારા મનગમતા દરેક સવાલનો જવાબ છે ચહેરો

રૂપાળા કૈંક ચહેરાની પાછળ છે ખૂબસૂરત મહોરો
કૈંક અરમાનો ને સપનાઓને છુપાવી રાખે છે ચહેરો
...
નથી રમતનો સવાલ,જવાબ હારનો છુપાવે મહોરો
તમારી રાજરમતમાં પ્રેમથી હારી જાય છે આ ચહેરો

સમયની ખુલ્લી કિતાબના પાનાની પાછળ છે મહોરો
દીસે દરેક પાને અધુરા પ્રકરણ જેવો છે આ ચહેરો

તમે માંગી લો દુનિયાભરની ખૂશી આપી દેશે આ મોહરો
લાખો રિયાસતોને લૂટાવી ઠાઠથી બેઠો છે આ ચહેરો

કૈંક પાનખર,થંડી-ગરમીની મૌસમ ઝીલે છે મોહરો
હજું તમારા નામની એક વંસતને સાચવે આ ચહેરો

તમે નહી આવો એ શકયતાને વળગી રહ્યો છે મહોરો
જો તમે આવશે તો પૂજયભાવે નમી પડશે આ ચહેરો

(નરેશ કે.ડૉડીયા)

----------------------
તરવેણીનો મેળો ..
આ નિર્જન પ્રદેશમાં ભરવાડ-રબારીઓ આવશે
ભરવાડણ અને રબારણ આંખી રાત રાસડા લેશે.

નક્કર અને ધીંગી કાયાનાં ઊછાળા,
...નરવા અને ગંહેકતા ગળા..વાહ ભૈ વાહ..!
આ ડુંગરા પણ શોભી ઉઠશે એના રૂપથી

એક રૂપનગરી..તસતસતા કાપડા ને કસો
લાલ રંગે રંગાયેલા દાંત,બલોયા,કાંબીને કડલા
હાંસડીને પોખાનિયુ

આખી રાત ઢોલ અને પડઘમનાં તાલે
અને કોયલડી જેવા કંઠે ગાતી
લોઠકી કાઠિયાણીના ગીતોની રેલમ છેલ બોલશે

અને હેઇ ને....
જુવાનીયાની કાયા ઊછળી ઊછળીને રાસડા લેશે
અરે બાપ ...
આ કાઠિયાવાડની ધરતીનો ઓછવ છે.

આંઇ પાણીને માંપીને પીવાય છે
ને ભલભલાના પાણી મંપાય છે.

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------
ભરી પડી છે ફુલોની ડાળી અને મહેકી રહી છે મૌસમ સારી
સ્વાગત કરવા મૌસમેને તૈયારીનો થઇ ગયો છે હુકમ જારી

વાદળોને પણ ચાનક ચડી છે ઢાકીને બેઠા છે સુરજને વારી
તડકાને કોરાણે મુકવા મેઘરાજાને થઇ ગયો છે હુકમ જારી,

સ્વાગત તમારૂ કરવા કુદરત પણ બની છે બાવરી બાવરી
રંગેચંગે વધાવવા સારું વંસતને થઇ ગયો છે હુકમ જારી

રૂપની ચર્ચા ચાલે છે કાને કાને અને ફુલોને ડાળી ડાળી
પાનખરને પીળાપાને રવાના થવા થઇ ગયો છે હુકમ જારી

દિવાના બન્યા છે મોરલા અને બાપૈયા ટહુકે છે વારી વારી
મીઠા મધુરા ટહુકે વધાવવા કોકિલોને થઇ ગયો છે હુકમ જારી

ક્યારી ક્યારી ભીનાશ ભરી પ્રતિક્ષા કરે છે ક્યારની તારી
ફુલોને તારા નામની છડી પોકારવાનો થઇ ગયો છે હુકમ જારી

રંગોની કરામત ભાળી ભમરાએ કર્યુ છે ગુંજન ડાળી ડાળી
ડોલન શૈલીમાં ડોલવાનો ડાળીઓને થઇ ગયો છે હુકમ જારી

લીલા ચટાની મેદાનો બની ગયા છે મુલાયમ જાજમ તારી
તારા પગલાને વધાવવા શબનમને થઇ ગયો છે હુકમ જારી

સુરજને પણ છે તારા રૂપની ચાહત,જુએ ચમકી ચમકીને વારી
વાદળોની પાછળથી ડોકીયા કરવાનો થઇ ગયો છે હુકમ જારી

હું તો માનવ થઇને પુલકિત થયો છે જોઇને અદા તારી
જોબનની ડાળીએ ઝુલવાનો મનડાને થઇ ગયો છે હુકમ જારી

આપના આગમનની પ્રતિક્ષા કાજે તૈયારી છે મારી સારી,
તારા જોબનને ભરી પીવાનો ઉંમગોને થઇ ગયો છે હુકમ જારી

(નરેશ કે. ડૉડીયા)
------------------------------------------
મારી યાદોની ગુંજ તને આવતા જન્મમાં સંભળાશે.
આવતા જનમારા સુધી આપણે પણ વાટ જોઇશું?

ભલે મળીશુ આપણે આ જન્મારા પુરા થયા પછી,
તારી યાદોની ટિપણ બની છે લાંબી એ પણ જોઇશું?

સ્વર્ગમાં પણ આપને ક્યાં સુખ ચેન મળે કયાંથી,
હશે અનેક કિસ્મતના ફુટેલાનૉ જમાવડૉ એ જોઇશું?

ઈશ્વર સાથે હું પણ લડીશ બસ તારો સાથ જરૂરી,
તને પામવાં સત્યાગ્રહ કરીને સત્યની અસર જોઇશુ?

પછી હું પણ જોઇશ કે મારો પ્રેમ સાચો કે ઇશ્વર,
રામનાં નામે જિંદગી જીવી ગાંધીની અસર જોઇશું?

ઇશ્વર સામેની અહીંસક લડતની લડાઇ લડીશું
ગાંધી ચીંધ્યા માર્ગની અસર કેવી જોઇ લઇશું?

તું ભલે આ જન્મમાં મારી ન બની શકી તું,
હવે આવતા જન્મની આઝાદીનો સુરજ જોઇશું?

(નરેશ કે. ડૉડીયા)
----------------------------------------
હાલત દિલની સમજાવવી બહું મુશ્કેલ છે,
મારા બેસુમાર દર્દોનો તારે ઇલાજ કરવો પડે છે

જાણે અજાણ્યે કેટલી યે ભુલો થઇ ગઇ છે,
છંતા પણ તારા પાસે એકરાર કરવો પડે છે

એક પળ જિંદગીની જિંદગીથી દુર થતી ગઇ,
મિલન કાજે તારો જ આશરો માંગવો પડે છે

પ્રેમને એ જ સમજે છે જેને ઠોકરો ખાધી છે,
ફરી ઉભા થવા માટે તારો સહારો માંગવો પડે છે

આંખો ભારી લાગે છે જાગવાની કોશિશ કરી છે
જિંદગીને પણ તારો શ્વાસ ઉધાર માંગવો પડે છે

મુજ વ્યથા અને વેદના તારા તક સિમિત છે,
પીડાથી પર થવાં સ્મિતનો સહારો માંગવો પડે છે

રહી જશે એક ઇચ્છા અધુરી જાતી જિંદગીએ,
જીવવા માટે પણ તારે અધિકાર આપવો પડે છે

નથી અમૃત કે મયની આશ હવે જિંદગીમાં
તારે હાથે જે મળે એ નશો કબુલ કરવો પડે છે

'વ્હાલી'ભલે થઇ જાય આપણુ મિલન આ જન્મમાં
રાધા હોય રૂપાળી તોયે શ્યામને કબૂલ કરવો પડે છે

(નરેશ કે. ડૉડીયા)
-----------------------------------

તૃપ્તીનો એહસાસ કરી લેજે આજ,
મયખાનૂ છે આજે તારે કાજ.
ભરી લે ભરી લે જામને આજ,
કરીલે મસ્તી આજે બે બે વાર.

હોઠો તરસ્યા છે આજે જામને કાજ,
આંખો પ્યાસી છે સાકીને કાજ.

કોઇની સોનેરી લટને કોઇની કાળી લટ,
કોઇનું રૂપેરી મુખને કોઇનું ગુલાબી સુખ.

આ જન્મારો છે ચોરાસી અવતાર બાદ,
પ્રીત પીયુને પાનેતર છે તારે કાજ.
કરી લે કરી લે પ્રિયાનો પોકાર,
દે આલિંગનને કરી લે પ્યાર.

આ જ છે ભવસાગરનો સાર,
સંભળાય છે તને પ્રિયતમાનો સાદ.
પ્રેમ કરે છે તને દુનિયા આજ,
તારું વેપારી સત્ય સાચુ છે બાપ.

છોડી દે સંસાર ત્યાગની વાત,
બ્રહ્મચર્ય છે બાવાઓની વાત.

(નરેશ કે. ડૉડીયા)
------------------------------
સમાવી અમે જાતને વરસાદમા છત્રીને શરમાવી દીધી
એને તો આંખ જ માંડી,મેં તો હેલી વરસાવી દીધી,

કોરા કોરા કંઇક વર્ષોના હિસાબ પલમા સરભર કીધા
બાકી બચેલી સિલક પણ મેં એના હોઠે ચોટાડી દીધી

કોરો કાટ થયો હું અને તો યે વરસાદ કહે વન્સમોર
પછી તો શું થાય?,અમે છત્રીની આડસ ધરી દીધી

વરસાદ નામે કંઇક ખેલ થયાને છત્રી કહે'મારું શું કામ?'
છત્રીને કહ્યું'તું મોજ માણે?'મેં છત્રીની આડસ હટાવી દીધી

છત્રી કહે'આ તો નાઇનસાફી કહેવાય,હું એક ને તમે બે?'
છત્રીને નિર્વસ્ત્ર હવાનો મેળાપ કરાવી કાગડૉ બનાવી દીધી

(નરેશ કે.ડૉડીયા)
-----------------------------------------
લાગણીના ટકોરા મારીને હ્ર્દયના દરવાજા ખોલો
અધુરા સપનાઓથી આંખોમાં હવે લજ્જાનો બોજ લાગે છે

પાનખરની લાંબી મૌસમને તમે વિદાય આપજો
વંસતની ટૉકરીઓનો હવે બેય હાથોને ભાર લાગે છે

સઘળા પ્રયાસો પછી સુખદ અંતની આશા જાગી છે
અરમાનોને પાંખો આવી,આભનો પનો ટૂકો લાગે છે

વિતેલા દિવસો હવે પાછા નહી ફરે,બાંધી છે વાડ
જોઇ લીધી તમારી નાડ,ત્યા મારું નામ લાગે છે?

‘નરેન’ફરીથી એ રાહ પર કદમ મુકયા છે તમે
તમારા દાટેલા સપનાઓને હવે ફુલોનો ભાર લાગે છે?

માળીને કહો કે હવે દરવાજા ખોલે બાગના તમામ
ફુલઝાડને પણ ખિલવા માટે મૌસમની ચાહ લાગે છે?

પ્રણાલિકા તોડીને લાગણીને બેફામ લડાવો લાડ
સુંગધીત ફુલોને ભંવરાઓના સ્પર્શની આશ લાગે છે?

તમારા મિલન માટે આજે મુકદર પણ બેતાબ છે
બે દિલની ગૂફતગૂ માટે મૌસમ સદાબહાર લાગે છે?

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------------
ડાળખીઓમાંથી ખરી પડે તમામ પર્ણો વંસતની રાહમાં
અસમજ પર્ણો તો જુવો! પાનખરના પ્યારા બની ગયા

સમયનું લગીરે ભાન નથી આ સુકાયેલા ઝાડના ઠુઠાને
બાજુના કંઇક ઘરડા થડૉ કઠિયારાના પ્યારા બની ગયા

સમજાવો,સુકાયેલા ઠુઠાને એક વાર ઉડી ગયેલા પંખીઓ
પણ હવે મૌસમી યૌવનસભર ડાળીઓના પ્યારા બની ગયા

નહી હોય આજુબાજુ બાગમાં કોઇ જાતની ચહલ પહલ
પંતગીયા પણ તાજી કળીની ચાહમાં રંગીન બની ગયાં

કાળની થપાટ લાગતા ભલભલા મૂળસોતા ઉખડી જાય છે
અડીખમ રહેવાની જિદમાં,માળી પણ વિરોધી બની ગયા


(નરેશ કે.ડૉડીયા)
-----------------------------------------
વિરહી આંખે કશા કારણ વિના ભાસ થાય છે
નથી ઉંબરે ને તોયે પગરવના સાદ થાય છે

અભાગી કિસ્મતની રેખા કેમ બદલતી નથી?
નહી આવે તોયે કિસ્મત બદલવાના ભાસ થાય છે

નામ લેવાય જાય ને રાતભરના જાગરણ થાય
ના છુટકે સપનાના મળવાના અભરખા કેમ થાય છે

મન,ક્રમ અને વચનથી એ સતત આડા ફાટયા
હું અભાગી તોયે એના કેમ અબળખા થાય છે

ચાહત કેરી બલિહારી કેવી છે અજબ ગજબની
પનઘટમા ઘડૂલો લઇને જતી પનિહારી તરસી થાય છે

મળૅ છે જ્યારે એ,ટીકી ટીકીને સામે જોયા કરે છે
આંખો બંધ હોયને મૌન મારું થનગનાટ થાય છે

સવાલ હું પુછુ ને તોયે એ માંગે છે સામા જવાબ,કહે
રહું ખ્વાબ ને દિલમા ને કેમ સવાલ થાય છે?

(નરેશ કે.ડૉડીયા)

---------------------------------
સમયના સવાલમા હું અટવાયેલો જવાબ છું
અગર માંગે મને તો,શકયતાનો અંત છુ

દુહાઇ ખપે નહી મને નશીબનો બળવાન છું
અગર માંગે મને તો,સુફીમિજાજનો સંત છું

વળગાડ બધા છુટી ગયા તમને જોઇને હવે
અગર માંગે મને તો,તાજી જન્મેલી ક્ષણ છું

સ્નેહની કૈક સરવાણી ફૂટી તારી એક નજરથી
અગર માંગે મને તો,ઇશ્કનો અહેલે-શરાબ છું

જિવી જવું હવે તારા કદમોના સજદે-સજદે
અગર માંગે મને તો,બુત-પરસ્ત બંદો છું

તું પુછજે નહી કેમ સાંપડે શાયરીનો મિજાજ?
અગર માંગે મને તો,મનગમતો શેર છું

(નરેશ કે.ડૉડીયા)

(બુત-પરસ્ત-મૃતિપૂજક)

--------------------------
સંબધોનું અંતિમ પરિમાણ નહી મળે
તું કહે એ આવે નહી બને

શક્યતાને સાંધતા તુટે જે મણકા
એમાંથી ફરી નવી માળા નહી બને

ગામ વિનાના રસ્તે કોઇ મળે
શકય છે એ રાહબર નહી બને

ઉતાવળે ભરજે નહી એક ડગ
શકય છે કોઇ કેડી નહી બને

એકલા જવુ ને એકલું મલકવું
હસતું ફુલ બનવું,તારાથી નહી બને

તારું આ એક જ દુઃખ
તું અસામાન્ય માનવ કદી નહી બને

(નરેશ કે.ડૉડીયા)
---------------------------
પવન કહેતો હતો કાનમાં ચમેલીને,
સસ્તી બની ગઈ તું સુગંધ ફેલાવીને

પવન કહેતો હતો કાનમાં રાતરાણીને
બિન્દાસ બની ગઇ રોજ રાત્રે ખીલીને

પવન કહેતો હતો કાનમાં પરાગરજને
મૌજ કર મારા ખંભે વૃક્ષોને ફળાવીને

પવન કહેતો હતો કાનમાં ગઝલને
અક્ષરોમાં ફુલે તું કવિનું લોહી પીને

પવન કહેતો હતો કાનમાં કવિતાને
ખૂશ રહે હમેશા આસુંને સ્મિત બનાવીને

પવન કહેતો હતો કાનમાં કવિને
દર્દને છુપાવ્યા કરે તું કવિતા લખીને

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------


સખી રે,હવે મારી સોળની સળમા સતરને ભાળુ
આ શ્વાસમાં હવે મારા માણિગરની સુવાસ ભાળુ

સખી રે,હવે કોયલડીના ટહુકામાં મીઠાસ ભાળુ
આ જોબનમાં હવે ચોમાસાની બેકાંઠે નદીને ભાળુ

સખી રે,હવે મારી અંતરમાં ઉઠતી લાહ્યને ભાળુ
આ આયખાંમાં પેલી વાર નણદલના વિરને ભાળુ

સખી રે,હવે મારા પોલકાની બાયમાં ફુમકુ ભાળુ
આ મખમલી કાયા સારું છોગાળા જુવાનને ભાળુ

સખી રે,હવે જીવન કેરા બાગમાં ભમરાને ભાળુ
આ જુવાનીના બાગમાં નવી નવેલી વંસતને ભાળું

સખી રે,ઉંઘરેટી આંખોમાં અફીણી આસ્વાદને ભાળુ
આ મનેખમાં ડારા દે એવી લાલઆંખ્યુંને ભાળુ

સખી રે,હવે હું ઢીંગલીની રમતમાં ઢીંગલાને ભાળું
આ અઢી અક્ષરનાં'પ્રેમ'માં મારા ઢીંગલાને ભાળુ

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------
તું મારી આંખોમાં રોજ નમણા સપના લખી જા
મારી બાહોમાં પ્રાસમાં અક્ષરોની જેમ ફેલાય જા

તું મારી નજાકતને નઝમની જેમ માણતો જા
મારી નાજુક ક્ષણોમાં મુકતકની જેમ મલકાય જા
...
તું મારી લટૉમાં પવનની જેમ રમત રમી જા
મારી ઘુંઘરાળી લટૉમાં કવિતાની જેમ અટકાય જા

તું મારી ગુલાબી ગાલોની લાલીમાં રંગાય જા
મારા હોઠોમાં ગુલાબી ગઝલ થઇને છવાય જા

તું મારી લટકા કરતી ચાલમાં લટકાય જા
મારા કામણમાં શબ્દોની માટીની જેમ લિપાંય જા

તું મારી આંગળીનાં નખને કલમથી રંગી જા
મારા ટેરવામાં મનગમતા શેરની જેમ છવાય જા

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------
યાદ તમારી આવે ત્યારે આંખો ઉપર
આખી રાતનો લગાતાર ભાર લાગ્યા છે

સવારે ઝાકળને પણ રાતની થંડા થંડા
સ્પર્શને સુરજને તાપ લાગ્યા કરે છે

મિજાજ અમારો સુકાયો નથી હજુ પણ
તળીયે મીઠી-મીઠી લુ લાગ્યા કરે છે

યાદોના દિવડા ચાહતના ઘીથી જલ્યા કરે
પાગલ હવા ડરાવવા આવ્યા કરે છે

અમોધ સ્મિતના શસ્ત્રો તમારા હોઠો પરના
જોઇને દિલ વેદનાથી તરફડયા કરે છે

રૂપની જયોતીનો અંખડ દિવડો સતત
અમારી અર્ધખૂલ્લી આંખોમાં જલ્યા કરે છે

ભલે તમે આવો નહી અમારા આંગણીયે
ગઝલ હજુ તમારા ભકિતભાવ કરે છે

મીઠી મિઠી ખૂશ્બોથી તરબતર છે આંગણ
યાદોના દેરીમાં ધુપસળી જલ્યા કરે છે

(નરેશ કે.ડૉડીયા)
---------------------------
વ્હાલી આમ લાગણીને સાચવીને મોંઘી ના બનાવ
ચાલ તારા સાનિધ્યમાં આપણે થૉડી ખર્ચી જાણીયે

વ્હાલી આમ હવામાં સુંગધના દરિયા ના બનાવ
ચાલ આત્માંના અત્તરની સુંગધને આપણે માણીયે

વ્હાલી આમ મુંઝવણને મૌનનો આસરો ના બનાવ
ચાલ તારા હોઠોને ફફડાવને ગુલાબી મૌસમ માણીયે

વ્હાલી આમ શ્રધ્ધાને શંકાના દાયરા ના સમાવ
ચાલ અઢી અક્ષરના પ્રેમમાં ઇશ્વરનો અંશ જાંણીયે

વ્હાલી મસ્તીને મલાજાને ખાતરમાં હૈયામાં ના છુપાવ
ચાલ મલાજાને મુક પડતોને આંખોથી શરાબને માણીયે


વ્હાલી આમ વ્હાલને કરવાને વિષય ના બનાવ
ચાલ થોડા પ્રેકટિકલ કરીને આપણે વિષયને માણીયે


(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------
વ્હાલી, તું અચાનક કઇ પણ કહ્યા વિના એક દિવસ ચાલી ગઇ હતી.
તે પછીના વિતેલા દિવસોની વાત છે.

સુરજના પહેલા કિરણ સાથે તારી યાદોનો ગર્ભ પાંગરે છે
સુરજના છેલ્લા કિરણ સાથે તારી યાદોના ગર્ભનો પ્રસ્સવ થાય છે
તારા ગયા પછી તાજા જન્મેલા યાદોનાં બાળકનો ઉછેર મેં એકલે હાથે કર્યો છે
વિતેલી રાતોમાં બાળકને મારી નાજુક લાગણીઓથી સ્પર્શથી યુવાન બનાવ્યો છે

તું ગઇ એના વર્ષોના ગણતરી થાકેલા દિમાગથી શકય રહી નથી
તું એક વાર આવીને જોઇ લે,તારી યાદોનું બાળક યુવાન થઇ ગયું છે
પ્રાસમાં આજે એની થનગનતી યુવાનીનો અંદાજ ખુબ જ નિરાળો છે
લોકો એ એને પ્રેમથી એક નામ આપ્યું છે- 'નરેન'ની ગઝલ

(નરેશ કે.ડૉડીયા)
------------------------------
શાંત એંકાતે મૌનનું અજવાળુ તિમિર પર પથરાય જાય છે
યાદોની ઝાંખી મિણબતીના પ્રકાશે જિંદગી જીવાય જાય છે.

સીધી લિટીંમાં વહેતી સરીતા પર ચોમાસું મંડાય જાય છે
દરિયામાં સમાવવા સરિતાના માર્ગ આપમેળે ફંટાય જાય છે
...
આંગણીયે શુકનવંતા પગલે લાગણીઓ પથરાય જાય છે
આવા અવસર ઉજવવા માટે ચોઘડીયા ભૂલાય જાય છે

ગહેરા ઝખ્મોને કોઇ મુલાયમ સ્પર્શનો મલમ રૂઝાવી જાય છે
પહેલી નજરમાં કોઇ ચહેરો આંખોમાં આઠેપ્રહર છવાય જાય છે

દરિયો અમસ્તો પાગલ નથી બનતો એને બહાનુ મળી જાય છે
કાઠે આવેલી ભરપૂર નદી અચાનક દરિયાને છેહ દઇ જાય છે

લોક કહે ફકત પાંચ શેરમાં આખી ગઝલ લખાય જાય છે
ભીતરના બ્રહ્માસ્ત્રોથી હ્રદય છેદાય ત્યારે ગઝલ લખાય જાય છે

(નરેશ કે.ડૉડીયા)
-----------------------------------------
કરકમલ ઝુલાવતી જોબનવંતી એ ગુજરાતણ ભાળી છે
નજાકતભરી અસિમ એ આંખોમાં નશીલી નઝમ ભાળી છે

શબ્દના સમનવ્યમાં સુખડની આજે પમરાટ ભાળી છે
અજાણી દેહલતાંમાં જીવન સુખની એ કવિતા ભાળી છે
...
ઝીણા અનારદાણા સમ સ્મિતની જહોજલાલી ભાળી છે
શબ્દો ટુકા પડે એવી સૌંદર્યની સામ્રાજ્ઞીને ભાળી છે

ખુદાની કલાકારીની નિશાનીસમી એ જિંદાબૂતને ભાળી છે
સુફીસંગીતની તરજોને ઝંઝોડી નાખે એ સનમ ભાળી છે

'નરેન'અસિમ તમન્નાની સુખદ અંજામની ધડી ભાળી છે
મદમસ્ત ગઝલએ ખુદાના વાસ્તે તારી ચોકટ ભાળી છે

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------------
શક્યતાના ઉંબરે તોફાનો આવીને ઉભા રહેશે , ત્યારે
તારા દિલમાં મારા માટે એક આશ્રયસ્થાન હોવું જોઇએ

નથી કોઇ એવી દુવા મારા માટે જે ઇશ્વરને કબુલ હોય?
તારા દિલમાં માટે મારા માટે એક મંદિર હોવું જોઇએ

એકલો લડી લડીને હું થાકી જઇશ દુનિયાદારી સામે
તારા દિલમાં મારા માટે લાગણીનું હથિયાર હોવું જોઇએ

મારા આંસુઓના ઝરાઓ કયારેક સુકાયને રણ બની જાય
તારા દિલમાં મારા માટે ઉષ્માનું માનસરોવર હોવું જોઇએ

મારી બાગના વૃક્ષોનાં પાન પાનખરમાં ખરી ગયા હોય
તારા દિલમાં મારા માટે વહાલપનું ઉપવન હોવું જોઇએ

શિકાર થઇ જઇશ સત્યવાન થઇને યમરાજના ભાલાથી
તારા દિલમાં મારા માટે સાવીત્રીનું સત હોવું જોઇએ

વ્હાલી,પ્રેમની દુનિયાના અમુક નિયમો છે જ નિરાળા
તારા દિલમાં 'નરેન'નું એક સમાધીસ્થાન હોવું જોઇએ.

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------------
સુખ વિશેની વ્યાખ્યા ગઝલમાં લખવા કયારેક અતિરેક થઇ જાય છે
કોયલને ટહુકો કરવો જ હોય છે પણ ચોમાસુ હાથતાળી દઇ જાય છે

મારા ભ્રામક ખ્યાલોથી લોકોને લખીને લખીને ભરમાવતો રહ્યો છું
વિષયોમાં પાંરગત નથી છતાં દોઢડાહી કલમની દાઢ સળકી જાય છે

સુરજના ઘરે અંધારું જ હોય છે એવું લગાતાર લોકોને કહેતો રહ્યો છે
ઔરતનો ચહેરાને ચાંદ સાથે સરખાવું તો ચાંદની કમાન છટકી જાય છે

નથી કળીઓ ને ખુશ્બુ ને બગીચાની વાત કાગળમાં લખાય જાય છે
પ્રાસમાં અક્ષરોનું મરણ થાય છે જ્યારે કાગળના ફુલો સળગી જાય છે

અઢી અક્ષરના પ્રેમના ચોમાશાના નામે કંઇક અડપલા પ્રાસમાં થયા છે
ભીંજાવાની બાધા લીધી હોય તેમ રદીફ-કાફિયા કોરેકાટ રહી જાય છે

ખુમારી કંઇ વારસાગત નથી,તું ભલે આખી જિંદગી ગઝલ લખતો રહે
'નરેન'મરીઝ જેવા શાયરો જિંદગીની વાત એક શેરમાં જ કહી જાય છે

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------------------------------
ફીકર નોટ,ફીકર નોટની તારી મસ્તી માણવામાં
જુવો,આજે અમારા હાલ નોટોની ફીકર કરતાં થયાં

બ્યુટીકોન્ટેસ્ટની બ્યુટી જેવાં તારા સાજશણગારમાં
જુવો,અમે સજનવામાંથી બજાણિયાનાં ખેલ કરતાં થયા
...
સ્વીટહાર્ટ,સ્વીટહાર્ટ કહી કહીને તને મનાવવામાં
જુવો,અમે ડાયાબિટિશના દર્દી સ્વીટના દુશ્મન થયાં

પ્રિયતમ,પ્રિયતમ કહી નીતનવાં વાઘા ખરીદવામાં
જુવો,તારા પ્રિયતમ હવે ચડીબબિયાનધારી થઇ ગયા

સુપરમોલ ને સુપરસિનેમા હોલમાં મજા કરવામાં
જુવો સનમ,હવે ઘરમાં હાંડલા હડી કાઢતાં થઇ ગયાં

તારી સાથેની ગુજારેલી ક્ષણોનો ભેદ પારખવામાં
જુવો,આંખે અંધારા ને વાળમાં સફેદ અંજવાળા થયાં

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------
નદી એ દરીયાને કહ્યું
હું તારી જ હતી
તારા માટે જ મારૂં સર્જન થયું છે
તારામાં જ રહેવાની છું

ભર બપોરે તારા મહેનતનાપસિનાની
ખારાશ તે આકાશને આપી
આકાશે તેનો બદલો આપવા
વાદળૉનું સર્જન કર્યું

વાદળોએ આકાશ અને તારા
અહેસાનને બદલે પાણી વર્ષાવ્યુ

પિતા પર્વતે એ પાણીનો
બદલો ચુકાવવા મારું સર્જન કર્યુ
પાછી ના વળવાની શરતે મને
પથ્થરોના કઠીન રસ્તે વિદાઇ કરી

પથરાળ રસ્તે અથડાટી કુટાતી
તારા મિલન કાજે દર દર ભટકી

વહેતા વહેતા માનવ સમુદાયની
ગંદકીને સાફ રાખી છતા પવિત્ર રહી
તારી ચાહને માટે મેદાની ઇલાકામાં
ઉંછાછળા સ્વભાવને ભૂલીને પ્રોઢની જેમ વર્તી

કંઇક ખાબોચિયા,વોકળાઓની છેડછાડની
ભોગ બનીને હું તારા માર્ગે વહેતી રહી

હેં મારા સાગરદેવ!
ભલે તારામાં ખારાશ ભરેલી હોય
તો પણ હું તારા માટે મારી
મિઠાશ કુરબાન કરવા તૈયાર છું

હે મારા સાગરદેવ!
તારા સિવાય હવે મારું કોણ ધણી થશે?

મને તારામાં સમાવવી જ પડશે
આખરે તો હું તારા પસિનાની
જ સાચી કમાણી છું

મને ખબર છે પસિનાની કમાણીને
જીવની સાચવવી પડે છે

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------
ઝાકળ જેમ ફૂલોને અડકે તેમ
હું સપનાને અડતા શીખી ગયો

વેદનાની જેલમાં કૃષ્ણ જેમ જન્મી
જાતને વિંધીને વાસળી થઇ ગયો

સમયની ધારે સતત ઘસાતો આવ્યો
એવી એક ક્ષણમાં બુઠો થઇ ગયો

પાણી સમ જિંદગીના બુદબુદામાં
કાંકરીના ચાળાથી કુંડાળુ થઇ ગયો

નશીલી કલમના લડકપન જોઇને
કાફિયાનો મિજાજ શરાબી થઇ ગયો

યૌવન ને બુઢાપાની રાહની વચ્ચે
લીલ પરણાવવા જેવડૉ થઇ ગયો

વિતાવી એક રાત ફૂલોને સંગ ને
સવારે સુરજને હવાલે થઇ ગયો

જન્ન્તન ખ્વાબ જોતો એક શાયર
પલદોપલમાં જન્ન્તનસિન થઇ ગયો

(નરેશ કે.ડૉડીયા

-----------------------------------------
દીકરી તારા વીનાની સુકી મારા સંસારની વાડી !
ફુલો વીના સુની પડી વાડી યાદ કરજે દીકરી મારી

ઉર્મી તણો કો છોડ ઊગ્યો પણ અન્નજળ થયા પુરા
સ્નેહના ખાતરથી ખીલવી હતી ફુલ સમી દીકરી મારી

લેખ હશે ત્યારે તારી ચાહે દીકરી દોડી આવજે
પંચ્મ સુરે પાપાની યાદમાં ગીતો ગાશે દીકરી મારી

મારે માથે હેતાળ હાથ ફેરવી પુછે ખબર મારી
કોઇ જુવે ના તેમ છાની ખબર લેશે દીકરી મારી

ઉછળતી કુદતી ને હસતી ગાતે ખોળે રમતી મારા
શાંત ઝરણાંની જેમ દુર વહેતી રહેશે દીકરી મારી

જીવનની ઉર્મિઓને ખોળે ભરી દીકરી સાસરે જશે
હૈયામાં જીવનભર એક ખાલિપો ભરી જશે દીકરી મારી

સુખ અને દુખની આવન-જાવન નશીબના ખેલ
ના અડકે એકેય દુઃખ તને સુખી રહેજે દીકરી મારી

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------------

વ્હાલી,તમારા ઉપર ઘાતની અસર લાગે છે!
બાગમાં જતાં પહેલા તમે સો વાર વિચારજો!
ફૂલોએ બિછાવેલી સુંગધી સુંરગોના વિસ્ફોટથી
આપની નાજુકાઇને કળીઓની કરચથી ઝખ્મી
કરવાનું બગીચાનું વ્યસ્થિત કાવતરું લાગે છે!
...
(નરેશ કે.ડૉડીયા)


---------------------------------------
પરોઢનું સરનામું હું શોધતો તારી અંદર
એક સાંજ મને મળી જાય તારી અંદર

મધરાતનો મુકામ હું શોધું તારી અંદર
પરોઢના પંખી ટહુકી જાય તારી અંદર

તરસ્યો હું પાણીનું પરબ શોધું તારી અંદર
પરબની બદલે મૈયખાનું મળે તારી અંદર

સ્થિર જળ સમજી કાંકરી ફેંકુ તારી અંદર
ઉછળતો પાગલ દરિયો મળે તારી અંદર

બંધ આંખોનું એક સપનું શોધું તારી અંદર
અચાનક ઉંઘતો ઝડપાય જાંઉ તારી અંદર

ખોવાય જાવ હું એવી રીતે તારી અંદર
મારું જીવતા જગતીયું થાય તારી અંદર

(નરેશ કે.ડૉડીયા)
-----------------------------------
આંગળીના ટેરવે ઉગી નીકળેલા
કેકટસને સવાલ પુછયો?
નમણી નાજુક કલમને જોઇને કેમ
તને સળી કરવાનુ મન થાય?

કેકટસનો બચ્ચો કહે છે મને,

હવે શાયરોના અસરારો બુઠા થયા;
જયાં જયાં ખિલતા સ્મિતને ભાળૉ
ત્યાં ફૂલોના અક્ષરો વેરી આવો છો?

જ્યાં ડાચાનું ઠેકાણુ ના હોય એને
તમેં ચાંદ સરીખે સરખાવો છો?
જેની બત્રીસીમાં બે ઘટતા હોય
ત્યાં અનારદાણા વેરી આવો છો?

હવે તમારી ફુલોના બગીચાની
દુકાનોને બંધ કરો તો સારું છે?


રાતરાણીને કહો કે હવે તું બહું
બિન્દાસ બની છે રાતે ખીલીને?
ચમેલીને કહો કે હવે તું બહું
સસ્તી થઇ છે સુંગધ ફેલાવીને?

એક તમે ગફલત કરો ગઝલમાં
પ્રાસમાં પોદળામાં સાઠીકા ભરાવો છો
રદીફ-કાફિયાને ઉધેકાંધ ઉછાળો છો
હલકાફુલકા શેર તમારા બકરીની જેમ
બેં બેં કરે ને દુઝાણાના નામે મીંડુ?

સમજી જજો શાયર તમે !
નહીંતર કલમને કેકટસનો
એક ઘસરકો કાફી થઇ જશે?

લોહીલુહાણ અવસ્થામાં ઢસડાતી
કલમને કાગળનો પાટો બાંધજો
લોહીના ડાધામાં વાંચજો તમે

કદાચ એને કવિતા કે ગઝલ
કહેવાતી હોવી જોઇએ..બીપ બીપ

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------

નથી એ સુખ જે તારી આંખોમાં
જે મિજાજે મિજાજે શરમાતું હતું

નથી એ દુઃખ જે તારી આંખોમાં
જે નાની વાતોમાં ભરમાતું હતું

નથી એ ટસયું જે તારી આંખોમાં
જે નાની અવગણનામાં ફૂટતું હતું

નથી એ અંકુર જે તારી આંખોમાં
જે મારા સ્પંદનોથી ફૂટતું હતું

નથી એ મયખાનું જે તારી આંખોમાં
જે મારા સાંનિધ્યમાં ખુલતું હતું

નથી એ પારેવું જે તારી આંખોમાં
જે મારી બાજનજરથી ફફડતું હતું

નથી એ ઝરણુ જે તારી આંખોમાં
જે દરિયાનાં સાનિધ્યને ઝંખતું હતું

નથી એ હેતાળપર્વ એ તારી આંખોમાં
જેં મારા સંગે રંગેચંગે ઉજવાતું હતું

નથી એ ગુઢરહસ્ય તારી આંખોમાં
જે મારા અઢી અક્ષરથી ખૂલતૂં હતું

(નરેશ કે.ડૉડીયા)

-------------------------------------
કુદરતના સાનિધ્યમાં કૈં નવો સંચાર લાગે છે
તમારા આગમનની છડીનો આસાર બોલે છે

ખીલતી કળીઓ રહસ્યમય મૌન ખોલે છે
તમારા આગમનથી ફૂલોની ભાષા બોલે છે

કંઇક ચમરબંધી વંસત વિતિ ગઇ ચમનમાં
તમારી સુંગધની કૈં નવી આભા બોલે છે

ફૂલોની ખૂશ્બૂથી ત્રસ્ત ભંમરા કૈં તલાસ કરે છે?
લાગે છે તમારી ખૂશ્બૂની તાજી અસર બોલે છે

સુરજની સામે ઝાકળે મુખવટૉ ખોલી નાખ્યો ને
શર્મસાર થયેલા ફુલો પર ઇર્ષાની અસર બોલે છે

ઝુકી ગઇ બધી ડાળીઓ તમારી ખિદમતદારીમાં
તમારા ઝુકેલા નયનોની બાદશાહત બોલે છે
----------------------------------------



---------------------------------------
દેવ સમજીને પથ્થરોને નમવાની ટેવ છોડવી પડશે
માણસમાં માણસને પારખવાની ટેવ પાડવી પડશે

જિંદગીની અંતિમ ઘડીમાં કોણ તને કામ આવશે?
સંબધોની એક સાંકળ તારે સલામત રાખવી પડશે

નહી મળે દુનિયામાં લાગણીની ભાષા સમજનાર
તારે લાગણીની એક નવી ભાષા વિકસાવવી પડશે

તને સંબધોનું આકાશ આમ લાગશે બહું સોહામણુ
સ્નેહની દોરના પંતગને સાચવીને ચગાવવી પડશે

કાંધા દેનાર ચાર લોક તને મળી રહેશે 'નરેન'
જલતી ચીતામાં તારે તો ખુદને જ બળવું પડશે
-----------------------------------------


------------------------------------------


તમે મૌનની મૌસમને હવે જાકારો ન આપો
માફક આવી ગઇ મોઢું ફેરવીને બોલવાની રીત

અણગમાનો અણસાર ન આપો તો ચાલશે
માફક આવી ગઇ તમારી ન ગમતી પ્રીત
...
સમજવામાં તમને આમ તો સદી ચાલી ગઇ
માફક આવી ગઇ આપણા વચ્ચેની મૌન ભીંત

મારી ભાગ્યરેખામાં રહેવાનું ગમ્યું નહી ભલે
માફક આવી ગઇ રીત,સરળતાથી થવું ચીત

સત્ય ભલે હવે બુકાની પાછળ સંતાય જાય
જુઠની ગોલીથી ક્યારેક સત્ય પણ થાય ચીત

નથી અમે યોધ્ધા અમે છીએ સીધા શાયર
માફક આવી ગઇ રણચંડી જેવી તમારી જીત

(નરેશ કે.ડૉડીયા)


------------------------------------------------

માત્ર નજરના ફર્કની આ મારી ને એની કહાની છે
અમે નજર જુકાવી ને એ નજર ચુકાવી નીકળી ગયા

પુરાવાને આધાર ગણીને એ અમારી પરિક્ષા લે છે
શ્રધ્ધાવશ સબૂરી રાખી તો ઇશ્વર નાપાશ કરે છે
...
કહેવાની વેળાએ અમે કશું જ કહીં  શક્યાં નહીં
એ એટલું કહી ગયાં કે અમે બોલી શકયાં જ નહીં

સુકાયેલા પર્ણૉ સાથે પંખીઓના પીંછાઓનું ઉડવું
જિંદગી જીવવાનું આ મરણ પછીનું છે ચુકવણું

મોતનો ઇલાજ શોધવા જિંદગીને અમે દાવમાં મુકી દીધી
કમબખ્ત મોત,તે વ્યાજ સાથે બધી મુડી પણ લૂંટી લીધી

અનાદી કાળથી લોક વ્યથાઓને રૂદન સાથે કહેતાં ગયાં
'નરેન'તમેં રૂદનનો અર્થ હસતાં હસતાં સમજાવી ગયા

મારા મરણનો મલાજો ખુદ કુદરત પણ ના જાળવી શકી
એના અશ્રુંથી ભીનું મારું કફન હવા પણ ન ઉઠાવી શકી

ગજબનો મારો આત્મવિશ્વાશ હતો એની મુહોબ્બતમાં
ખુદા પણ કિનારો કરતો હતો મારા એના સહવાશથી